પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓને ઓળખવા માટેની વિવિધ રીતો
જો પશુપાલકો પાસે ઓછા પશુઓ હોય, ત્યારે તેમાના દરેક પશુને દેખાવ મુજબ ઓળખવાનુ અને એકબીજાથી અલગ પાડવાનુ શક્ય બને છે. પરંતુ જ્યારે આજના સમયમા પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે, પશુપાલક પાસે મોટી સંખ્યામા પશુઓ હોય છે, ખાસ કરીને જ્યારે લોકો આધુનિક રીતે તબેલા પધ્ધતિ અપનાવતા થયા છે, ત્યારે દરેક પશુને ઓળખવા માટે ચોક્કસ પધ્ધતિ હોવી અનિવાર્ય છે. _x000D_ પશુઓને ઓળખવાનુ મહત્વ: _x000D_ • મોટા તબેલામા રોજીંદા કામો જેવા કે, પશુનુ વિયાણ, જન્મ થયેલ બચ્ચાની નોંધણી, મૃત્યુ થયેલ પશુ/બચ્ચાની વિગત, ગરમીમા આવેલ પશુને ફેળવવુ, પશુ સારવાર, પશુ દીઠ દુધ ઉત્પાદનની નોંધણી વગેરે માટે દરેક પ્રકારના પશુની ઓળખ જરૂરી છે. _x000D_ • પશુના રજીસ્ટ્રેશન તથા વીમા પોલીસી માટે પશુ ઓળખ જરૂરી છે._x000D_ ઓળખ પશુને આપવાની પધ્ધતિઓ: _x000D_ • નામ: પશુની ખરીદીની જગ્યા, શારીરિક દેખાવ અથવા નદીના નામ, દેવી-દેવતાના નામ વગેરે ઉપરથી નામ આપી શકાય છે. જેમ કે, ગંગા, જમના, ગાયત્રી વગેરે. આ રીત મોટાભાગના પશુપાલકો દ્વારા અપનાવવામા આવે છે._x000D_ • આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ જેવી કે, છુંદણા પધ્ધતિ(ટેટુઈંગ), કાનમા પટ્ટી ભરાવવી(ઈયર ટેગિંગ), ગરમ ડામ (બ્રાંડિગ) વગેરે છે. _x000D_ આ પધ્ધતિ ની વિસ્તૃત માહિતી અગાઉના લેખમાં જોઈશું._x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
136
0
સંબંધિત લેખ