કૃષિ વાર્તાધ ઇન્ડિયન એક્સપ્રેસ
કપાસમાં પ્રથમ વખત લશ્કરી ઈયળનો ઉપદ્રવ
આ વર્ષે મહારાષ્ટ્રમાં 8.60 લાખ હેકટરમાં મકાઈના પાકમાં 2.63 લાખ હેક્ટરથી વધુ પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. હવે કોટન ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર (સીઆઈસી) ના સહાયક નિષ્ણાત એન.ટી. ભુટે કપાસના પાક પર પણ લશ્કરી ઈયળનો (એફ.એ.ડબલ્યુ) ઉપદ્રવનો પહેલો કેસ જોયો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના અહમદનગર જિલ્લાના પાથરડી તાલુકાના સુસેરે ગામમાં જોવા મળી હતી.
ડો.ભુટે એ જણાવ્યું હતું કે કપાસની આ 1.5 એકર નો પાક 3 એકર મકાઈના પાકના ખેતરની બાજુમાં હતો. મકાઈના પાકને ઓછામાં ઓછા 50 ટકા સુધી ગંભીર રીતે ઉપદ્રવ લાગ્યો હતો. તેમણે કહ્યું કે કદાચ આ ઈયળ મકાઈથી કપાસના પાકમાં સ્થળાંતર થઈ છે.કપાસનો પાક ઝીંડવાની અવસ્થામાં હતો. આ પ્રથમ વખત કપાસમાં આ ઈયળની જાણ થઈ છે. લણણી પછી જ તેના નુકસાનની રકમ જાણી શકાશે. 2018 માં સૌ પ્રથમ વખત જોવા મળ્યું, લશ્કરી ઈયળ (એફએડબ્લ્યુ) (સ્પોડોપ્ટેરા ફ્રુગીપ્રેડા), મકાઇ, સોયાબીન અને જુવાર સહિત 80 જુદા જુદા પાકને ખાય છે. આ ઈયળ વિશ્વના વિવિધ ભાગોમાં મકાઈના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવા માટે જાણીતી છે. ગયા વર્ષે તેના સંક્રમણને પગલે ભારતમાં મકાઈના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો હતો. જુવારમાં પણ લશ્કરી ઈયળના ઉપદ્રવ ની સૂચના મળી હતી. મહારાષ્ટ્રના કૃષિ વિભાગે લશ્કરી ઈયળને કાબૂમાં લેવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ રાજ્યના વિવિધ ભાગોથી નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. કપાસ અને મકાઇ મોટા ભાગે એક જ વિસ્તારમાં ઉગાડવામાં આવતા હોવાથી તે મકાઈથી કપાસમાં ફેલાય તેવી સંભાવના છે. ભુટે એ કહ્યું કે મકાઈ (90 દિવસ), કપાસ (180 દિવસ) કરતા ટૂંકા ગાળાનો પાક છે, તેથી મકાઈની લણણી કર્યા પછી લશ્કરી ઈયળ સરળતાથી કપાસમાં જઇ શકે છે. તેમણે કહ્યું કે 'સંકલિત ઈયળ વ્યવસ્થાપન એ સમયની જરૂરિયાત છે જે ઈયળ નિયંત્રણમાં મદદ કરશે.' નાગપુર સ્થિત સેન્ટ્રલ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીસીઆરઆઈ) ની એક ટીમે પણ ખેતરોની મુલાકાત લીધી છે. સંદર્ભ: ધ ઇન્ડિયન એક્સપ્રેસ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
106
0
સંબંધિત લેખ