પશુપાલનએગ્રોવન
પશુના સ્વાસ્થને સુધારવા પ્રાથમિક સારવારની મદદ
પશુઓના શરીર પર જુદાજુદા પ્રકારના વાયરલ અને બેક્ટેરીયલ રોગો થાય છે જે ઘણી રીતે શરીરમાં દાખલ થાય છે. આ ચેપ અથવા રોગ અનુકુળ વાતાવરણની પરિસ્થિતિમાં વધે છે. જો કોઈ તેના લક્ષણો જાણતું હોય તો આ રોગો અથવા ચેપને દુર કરી શકાય અને આર્થિક નુકસાનથી બચી શકાય. 1. પેટનો સોજો પશુઓનું પેટ ડાબી બાજુથી ફૂલી જાય છે. પશુ અસ્વસ્થ બને છે અને ઘાસચારો ખાવાનું અને પાણી પીવાનું બંધ કરે છે, અને વાગોળવાનું બંધ કરે છે. જો પેટમાં ગેસનું પ્રમાણ વધારે હોય તો, શ્વસન પ્રક્રિયાને અસર થાય છે અને ઘણીવાર તેઓ મોઢેથી શ્વાસ લે છે. આ રોગ મુખ્યત્વે વધારે પ્રમાણમાં અને ઝડપ થી લીલું ઘાસ ખાવાથી થાય છે. સારવાર પ્રાથમિક સારવાર તરીકે પેટની ડાબી બાજુ માલીશ કરો. ખૂબ વધારે ગેસની પરિસ્થિતિમાં, તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકને બતાવવાની સલાહ આપવામાં આવે છે.
2. અપચન જો ખૂબ વધારે પ્રમાણમાં અનાજ અને વાસી ખાવાનું પ્રાણીઓને આપવામાં આવે તો, અપચન થઇ શકે છે. તેના પરિણામે, પ્રાણીઓ ઘાસચારો ખાવાનું અને પાણી પીવાનું બંધ કરે છે, સોજો જોવા મળે છે અને વાગોળવાનું બંધ કરે છે. જો અપચાનની તીવ્રતા વધારે હોય તો, પ્રાણી નિષ્ક્રિય અને નબળું બને છે. સારવાર મેગ્નેસિયમ સલ્ફેટ અને કોસ્ટિક સોડાને ગરમ પાણીમાં મિશ્ર કરીને પશુને આપવું જોઈએ અને પશુ ચિકિત્સકને તાત્કાલિક ધોરણે બતાવવું જોઈએ. સ્ત્રોત: એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
291
0
સંબંધિત લેખ