AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Jun 19, 01:00 PM
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
હવે ખાતર સબસિડી સીધી ખેડૂતના ખાતામાં આવશે
સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અથવા ડીબીટી યોજનાના બીજા ભાગ હેઠળ, દેશના ખેડૂતોને ખાતર ની સબસિડી સીધી તેમના ખાતા માં આપવાનું વિચારી રહી છે. કેન્દ્રીય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.
નાણાકીય વર્ષ 2018-19 દરમ્યાન 74 હજાર કરોડની ખાતર સબસિડીની ચૂકવણી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20 માં ખાતર સબસિડી ચૂકવવા માટે લગભગ 78 હજાર કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2017 માં ડીબીટી નો પ્રથમ ચરણ ચાલુ કરવામાં આવ્યું હતું, જે મુજબ પોઈન્ટ ઓફ સેલ (પીઓસ) મશીન ના માધ્યમથી ખાતર વેચાણ ના આંકડાકીય તાપસ બાદ કંપનીઓને સબસિડી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. સંદર્ભ : ઇકોનોમિક ટાઇમ્સ, 7 જૂન 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
152
0