AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
20 Dec 19, 01:00 PM
કૃષિ વાર્તાન્યૂઝ18
આત્મા યોજના'થી ખેડૂતોની આવક બમણી થશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 'આત્મા' (કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) નામની એક યોજના બનાવી છે, જે અંતર્ગત ખેડુતોને વિવિધ કૃષિ સંબંધિત યોજનાઓ હેઠળ ખેતીને આધુનિક બનાવવાની તાલીમ આપી શકાય છે. આ યોજના ને 684 જિલ્લામાં લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત, ખેડૂતોને તાલીમ, નિદર્શન, અભ્યાસ, મુલાકાત, ખેડૂત મેળાઓ થશે, ખેડૂત જૂથોનું આયોજન કરવામાં આવશે અને ફાર્મ સ્કૂલ યોજવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સારૂ સંકલન બેસાડવાનું પણ છે. આનો યોગ્ય અમલ કરવાથી ખેડુતોની આવકમાં વધારો થઈ શકે છે. વૈજ્ઞાનિક રીતે ખેતી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. અત્યાર સુધીમાં 19.18 લાખ ખેડુતોને નવી તકનીકથી ખેતી કરવા માટે તાલીમ આપવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ તેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) નેટવર્ક દ્વારા ટેકનોલોજી મૂલ્યાંકન, નિદર્શન અને ખેડૂતોની ક્ષમતા ના વિકાસનું કાર્ય કરે છે. તેણે આ વર્ષે 15.75 લાખ ખેડૂતોને તાલીમ આપી છે. ચોખા, ઘઉં, કઠોળ, અનાજ અને પૌષ્ટિક અનાજનો ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાથી લઈને 3,42,188 ખેડુતોને ટ્રેન્ડ કરવામાં આવ્યા. જ્યારે બાગાયતી વિકાસ મિશન અંતર્ગત ફળો, શાકભાજી, મશરૂમ્સ, મસાલા, ફૂલો, સુગંધિત છોડ, નાળિયેર, કાજુ અને વાંસ વગેરેનાં પાક આશરે 1,91,086 ખેડુતોને ટ્રેન્ડ કરવામાં આવ્યા. સંદર્ભ - ન્યૂઝ 18, 15 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
150
0