AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
28 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
ખેડુતોની મહેનતથી ભારત અનાજમાં આત્મનિર્ભર બન્યું: કૃષિ મંત્રી
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આજે ખેડુતોની મહેનત, વૈજ્ઞાનિકો ના સંશોધન, નવી જાતોના બિયારણ અને સરકારની નીતિઓને કારણે અનાજ ઉત્પાદનના સંદર્ભમાં દેશ આત્મનિર્ભર બન્યો છે.
ગુરુવારે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર) ની 91 મી વાર્ષિક મહાસભાની બેઠકમાં તોમરે આ વાત કરી. તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેતી અને ગામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખેડૂતોનો પરિશ્રમ, વૈજ્ઞાનિકો ના સંશોધન, નવી જાતનાં બિયારણ અને સરકારની નીતિઓને લીધે આજે આપણો દેશ અન્નક્ષેત્રમાં આત્મનિર્ભર બની ગયો છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના આહ્વાનમાં, ખેડૂતોના ઉત્પાદન, ખેતરની ઉત્પાદકતા અને તેમને ઉત્પાદન માટે વ્યાજબી ભાવ મળે આ બધામાં આઈસીએઆરની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તોમરે કહ્યું કે બજેટમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બજેટની જાહેરાતો પ્રોત્સાહક છે. મંત્રાલયો અને વૈજ્ઞાનિકો નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંદર્ભ - ઇકોનોમિક ટાઇમ્સ, 28 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
50
0