આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં અસરકારક નિંદામણ નિયંત્રણ
કપાસના પાકમાં નિંદામણ મુખ્ય સમસ્યા છે જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે, ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને નિંદામણથી કપાસ માં જીવાત અને રોગ નો ખતરો વધી જાય છે. તેથી, કપાસના પાકમાં નિંદામણ નિયંત્રણ ખૂબ જ જરૂરી છે.
કપાસમાં નિંદામણ નીચે આપેલ પદ્ધતિથી નિયંત્રણ કરી શકાય છે. નીંદણ ઉગ્યા પછી : પહોળા અને સાંકડા પાંદડાનું નિંદામણ નિયંત્રિત થવું જોઈએ. પહોળા પાંદડાવાળા (દ્વિદળ) નીંદણ માટે - નીંદણના 2-3 પાંદડાઓ થાય અને જ્યારે જમીનમાં ભેજવાળી હોય, ત્યારે પાઈરિથિયોબેક સોડિયમ 10% ઈસી @ 15-20 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરો. સાંકડા પાનવાળા (એકદળીય) નીંદણ માટે - પ્રોપાકવીઝાફોસ 10 % ઇસી અથવા ફેનોક્સાપ્રોપ-પી-ઇથાઇલ ૯ ઇસી અથવા કવીઝાલોફોપ ઇથાઇલ 5 % ઈસી @ 25-40 મિલી પ્રતિ પંપ છંટકાવ કરો. નીચે આપેલા કોઈપણ વિકલ્પો દ્વારા આ માહિતી અન્ય કપાસના ખેડૂતો સાથે શેર કરો.
207
0
સંબંધિત લેખ