મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
દિવાળી ટાણે ગુજરાતમાં વાવાઝોડું લાવશે વરસાદ, અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ
ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે. પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અરબી સમુદ્ગમાં પ્રેસર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિવાય દિવાળીમાં દરિયામાં ઉદ્દભવેલું વાવઝોડું દિવાળીમાં વિધ્ન બની શકે છે. દરિયાઇ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અસર થવાની સંભાવના દેખાઇ રહી છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. જો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો તો ખેડૂતોના પાકને ખુબ જ મોટું નુકસાન થશે. ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં ગુજરાતમાં વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતાામાં પેઠો છે. પોરબંદરના દરિયામાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે._x000D_ દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. _x000D_ _x000D_ સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 21 ઓક્ટોબર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
25
0
સંબંધિત લેખ