AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
16 Jan 20, 01:00 PM
કૃષિ વાર્તાએગ્રોવન
કૃષિ નિકાસ માટે તમામ રાજ્યોના જિલ્લામાં બનશે કેન્દ્રો
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશમાં કૃષિ નિકાસને મજબૂત કરવા નવી કૃષિ નિકાસ નીતિ તૈયાર કરી રહી છે. આથી દરેક રાજ્યને પોતાની નીતિ ઘડવાનો અધિકાર મળશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોએ તેની પર યોજના ઘડી છે. નવી નીતિ મુજબ, દરેક જિલ્લામાં એક 'જિલ્લા-વિશિષ્ટ કૃષિ નિકાસ કેન્દ્ર' સ્થાપવામાં આવશે.
નાબાર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ ઉમેશચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, દેશના કૃષિ નિકાસને 2032 સુધીમાં 30 અબજ ડોલરથી વધારીને 60 અબજ ડોલર કરવાના કેન્દ્રિય સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે વડા પ્રધાન આ વર્ષે કૃષિ નિકાસ નીતિ અંગે તેમની ભૂમિકા રજૂ કરે તેવી અપેક્ષા છે. સંદર્ભ : એગ્રોવન, 14 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
797
5