પશુપાલનHpagrisnet.gov.in
વાછરડાં /વાછરડી ના શીંગ ડામવાનો યોગ્ય સમય અને તેના લાભ
પશુ શીંગ દ્વારા રક્ષણ અને બચાવ કરતા હોય છે. શિંગડા દ્વારા પણ પશુઓની જાત ઓળખી શકાય છે, પરંતુ શિંગડાવાળા પશુઓને નિયંત્રણ કરવું અને તેમની સાથે કામ કરવું મુશ્કેલ હોય છે. મનુષ્યને નુકસાન થવાનો ભય રહે છે. જ્યારે શીંગ તૂટે ત્યારે પશુને તકલીફ થાય અને શિંગડાવાળા પશુઓને હોર્ન કેન્સર થવાનું જોખમ રહેલું હોય છે. શીંગ વગરના પશુ દેખાવમાં સુંદર લાગે છે અને બજારમાં તેમની કિંમત પણ અપેક્ષાકૃત વધારે હોય છે.
પદ્ધતિ: વાછરડા / વાછરડીને શીંગરહિત કરવા માટે જન્મ ના કેટલાક દિવસ બાદ નષ્ટ કરવામાં આવે છે. આ કાર્ય ગાયના બચ્ચાના 10 -15 દિવસ અને ભેંસના બચ્ચાના 7 -10 દિવસ થયા હોય ત્યારે અવશ્ય કરવી લેવા જોઈએ કારણ કે ત્યાર સુધી શિંગડાના મૂળ કપાળના હાડકાં થી અલગ હોય છે જેનાથી આસાનીથી નીકાળી શકાય છે. તેનાથી મોટી ઉંમરના બચ્ચાને શીંગરહિત કરવાથી તેને તકલીફ થાય છે. સાવચેતી : પહેલા વાછરડા/વાછરડી ના શીંગ રહિત કરવા માટે શિંગડા નીકળવાની જગ્યાએ કાસ્ટિક પોટાશ નો ઉપયોગ થતો જેનાથી શીંગ ના મૂળ નષ્ટ થઇ જતા હતા. પરંતુ હવે આ કામ ઇલેક્ટ્રિક સાધનથી કરવામાં આવે છે જેને ડિહાનૅર કહે છે. તેનાથી એક નાનકડી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા પહેલા શિંગડાના મૂળ સ્થાનમાં ઇન્જેક્શન દ્વારા સુન્ન કરવામાં આવે છે જેનાથી શસ્ત્રક્રિયા દરમ્યાન પશુને તકલીફ ના થાય. શીંગ શીંગ ડામ્યાં બાદ પડેલ ઘા ઉપર એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવવાથી થોડાજ દિવસોમાં સારું થઇ જાય છે. www.hpagrisnet.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
316
0
સંબંધિત લેખ