મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી ત્રણ દિવસમાં દેખાશે મેઘાનું રૌદ્ર સ્વરૂપ
રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતા નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. જ્યોતિષ શાસ્ત્રીઓ દ્બારા આ વર્ષે ગુજરાતમાં દિવાળી સુધી વરસાદ પડે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કારણ કે, વરતારો જોતા આ વર્ષે વરસાદનાં નક્ષત્રોનો 7 જૂનથી આરંભ થયો હતો અને તેની પુર્ણાહુતી 7 નવેમ્બરના રોજ થવાની છે. પૂર્વ ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનું વાહન ગદર્ભ હોવાના કારણે આ બંને નક્ષત્રના સમયમાં છૂટો છવાયો વરસાદ પડવાના યોગ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ,મગફળી અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 29 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
24
0
સંબંધિત લેખ