AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Jun 19, 06:00 PM
મોનસુન સમાચારIMD
વાયુ વાવાઝોડાના કારણે ખેડૂતો ને ચેતવણી
IMD દ્વારા ગુજરાત પર તારીખ ૧૨ અને ૧૩ ના રોજ વાયુ વાવાઝોડાનું સંકટ જાહેર કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રમાં ૪૮ કલાકમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતના દરિયા કાંઠા ના વિસ્તાર કચ્છ, દેવભૂમિ દ્વારકા , પોરબંદર , રાજકોટ , જુનાગઢ , દીવ , ગીર સોમનાથ , અમરેલી અને ભાવનગર ના નુકશાન થવાની શક્યતા છે. અને સૌરાષ્ટ્રના છેવાડાના પોરબંદર વેરાવળ દીવ મહુવા તથા ડાંગમાં ધોધમાર વરસાદ ચાલુ થયેલ છે. માટે સૌરાષ્ટ્રના ખેડૂતને ખાસ સલાહ છે કે અત્યારે વાવેતર કરવાનું ટાળવું. ૩ થી ૪ દિવસ બાદ યોગ્ય વરસાદ જણાય તો જ વાવેતર કરવું સંદર્ભ : IMD
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
134
0