કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ચાલુ નાણાકીય વર્ષમાં બાસમતી ચોખાની નિકાસમાં વધારો જોવા મળ્યો
બાસમતી ચોખાની નિકાસ 2.62% ના વધારા સાથે 33.65 લાખ ટન થઇ. ચાલુ નાણાકીય વર્ષ, 2018-19ના પ્રથમ દસ મહિના દરમિયાન, બિન બાસમતી ચોખાની નિકાસમાં 15.45%નો ઘટાડો થયો , બાંગ્લાદેશ સહિત બીજા દેશોમાં ચોખાની આયાતની માંગમાં ઘટાડો થવાને કારણે ચોખાની કુલ નિકાસ 61.21 લાખ ટન થઇ છે. જ્યારે, બાસમતી ચોખાની નિકાસ 2.62%ના વધારા સાથે 33.65 લાખ ટન થઇ. APIDAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગત નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશે બિન-બાસમતી ચોખાની આયાત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં ચોખાનો આંતરિક ભંડોળ વધારવા માટે બાંગ્લાદેશમાં થતી આયાત ઘટાડવામાં આવી.
ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ દસ મહિના, એપ્રિલ થી જાન્યુઆરી દરમિયાન બાસમતી ચોખાની નિકાસ, ગયા નાણાકીય વર્ષ 2017-18ના સમાન સમયગાળામાં થયેલ 32.79લાખ ટનની નિકાસની સરખામણીએ 2.62%ના દરથી વધીને 33.65 લાખ ટન થઇ છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ દસ મહિનાની બાસમતી ચોખાની નિકાસ, ગત નાણાકીય વર્ષ 2017-18માં થયેલ રૂ 21,319 કરોડની નિકાસ કરતાં વધીને રૂ 24,919 કરોડ થઇ છે. સંદર્ભ – આઉટલુક એગ્રીકલ્ચર, માર્ચ 5,2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
36
0
સંબંધિત લેખ