કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
દેશભરમાં માત્ર 100 સુગર મિલોમાં પિલાણની શરૂઆત થઈ
નવી દિલ્હી- શેરડીના પિલાણની મોસમ શરૂ થયાને દોઢ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં, દેશભરમાં માત્ર 100 સુગર મિલોમાં પિલાણ શરૂ થયું છે, જ્યારે ગયા વર્ષે 310 મિલોમાં પિલાણ શરૂ થઈ ગયું હતું. મહારાષ્ટ્રમાં દુષ્કાળ અને પૂરને કારણે શેરડીના પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે સુગર મિલોમાં પિલાણ શરૂવાત હજી થઈ નથી.
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબર, 2019 થી શરૂ થતી વર્તમાન ચાલુ સીઝનમાં 15 નવેમ્બર સુધીમાં ફક્ત 4.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં 13.38 લાખ ટન ખાંડ નું ઉત્પાદન થયું હતું._x000D_ ઉત્તરપ્રદેશમાં ચાલુ પિલાણ સિઝનમાં અત્યાર સુધીમાં 69 સુગર મિલોમાં પિલાણની શરૂઆત થઈ છે અને રાજ્યમાં 2.9 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ગયા વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં 1.76 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. કર્ણાટકમાં ચાલુ પિલાણ સિઝનમાં અત્યાર સુધીમાં ફક્ત 18 સુગર મીલોએ પિલાણ શરૂ કરી દીધું છે._x000D_ અન્ય રાજ્યોમાં, ઉત્તરાખંડની બે સુગર મિલોમાં, બિહારની બે, હરિયાણાની એક, ગુજરાતમાં ત્રણ અને તમિલનાડુની પાંચ મિલોમાં પિલાણની શરૂવાત થઇ છે અને આ રાજ્યોમાં ચાલુ પિલાણ સિઝનમાં 15 નવેમ્બર સુધી 49,000 ટન ખાંડનું ઉત્પાદન થયું છે._x000D_ સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 20 નવેમ્બર 2019_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
87
0
સંબંધિત લેખ