ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાઢમ અને લીમ્બુ ફાટવાના કારણો અને ઉપાયો
ફળ પાકમાં વીણી કરતા પહેલા અને પરિપક્વ અવસ્થાએ ફળો ફાટી જતા હોય છે. આ એક ફળઝાડની દેહધાર્મિક વિકૃતિ ગણાય. ફાટેલા ફળોમાં ફૂગ-જીવાણુ દાખલ થતા કહોવારો શરુ થઇ જાય છે. દા.ત. લીમ્બુની છાલ ફાટવી, દાઢમમાં તારા આકારે છાલ તરડાવવી અને ક્યારેક દાઢમ અને લિમ્બુમા ફળના માવા સુધી ફાટી જાય છે. ફળ ફાટવાના કારણો: • એકાએક હવામાનમાં વધ-ઘટ • બોરોન અને કેલ્શીયમ કે નાયટ્રોજન તત્વોની ઉણપ • વધારે તાપમાન સમયે કમોશમી વરસાદ થવાથી • વિષાણૂ અને ફૂગનો હુમલો થવો. • જીબ્રેલિક એસિડનું પ્રમાણ ઓછું થવું • સૂર્ય પ્રકાશ સીધો ફળ ઉપર પડવો • વાતાવરણમાં એકાએક ગરમી વધવી
ઉપાયો: • પિયતની કાર્યક્ષમ પધ્ધતિ અપનાવવી • વાડીમાં પિયત આપ્યા પછી પાણી ભરાઇ ન રહે તે જોવું તેમ જ વરસાદી પાણી લાંબો સમય ભરાઇ ન રહે તેની કાળજી રાખવી. • પોષક તત્વોની ખામી નિવારવા માટે લિમ્બુમાં બોરેક્ષ ૦.૦૨%, કોપર સલ્ફેટ ૦.૩% તથા પોટેશિયમ સલ્ફેટ ૨%નો છંટકાવ કરવો. આ ઉપરાંત એન. એ. નું ૨૦ પીપીએમ અને જીબ્રેલિક એસિડનો ૧૦ પીપીએમનો છંટકાવ કરવો. • દાઢમમાં બોરેક્ષ ૧%નો છંટકાવ જૂન માસમાં કરવો. ઉપરાંત જીબ્રેલિક એસિડનો ૧૨૦ પીપીએમનો છંટકાવ કરવો. • ફળપાકોમાં ખેતી વિષયક માવજતો વૈજ્ઞાનિક ઢબે આપવી. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
398
2
સંબંધિત લેખ