AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 Jun 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
દેશમાં કપાસની આયાત થશે બે ગણી
ભારતીય કોટન એસોસિયેશન (સીએઆઈ) અનુસાર, જ્યાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે,તેમ આયાત પાછલા વર્ષથી બેગણી થવાની ધારણા છે. કપાસની આયાત વધી ને ચાલુ સીઝન માં 31 લાખ ગાંસડીનો થવાની અનુમાન છે, જયારે પાછલા વર્ષે ૧૫ લાખ ગાંસડી ની આયાત થઈ છે.
વર્તમાન સીઝનમાં, 1 ઓક્ટોબર, 2018 થી 31, 2018 સુધીમાં, 44 લાખ કપાસની ગાંસડીના નિકાસ સોદા થઈ ચુક્યા છે, જ્યારે આ દરમિયાન 9.28 લાખ ગાંસડી આયાત કરવામાં આવી છે. ચાલુ સિઝનમાં નિકાસ માત્ર 46 લાખ ગાંસડી હોવાનું માનવામાં આવે છે જ્યારે ગયા વર્ષે 69 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. સીએઆઈએ 2018-19ના કપાસના સિઝન માટે તાજા અનુમાનમાં 315 લાખ ગાંસડીના કપાસના ઉત્પાદન અંદાજ જાણવી રાખ્યો છે. ગયા વર્ષે કપાસની સિઝનમાં કુલ ઉત્પાદન 365 લાખ ગાંસડી થયું હતું. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 4 જૂન, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
60
0