AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Mar 20, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કોરોના વાયરસને કારણે કપાસ, બાસમતી અને સોયાબીનના ભાવ ઘટ્યા
નવી દિલ્હી: કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ચીન પછી ઈરાન અને અન્ય દેશોમાં પણ વાયરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ખેતીમાં મંદી જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં ચોખા, કપાસ અને સોયાબીનના ભાવમાં આશરે 10 ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીની શરૂઆતથી જ હોલસેલ માર્કેટમાં કપાસ અને સુતરાઉ દોરાના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે. બાસમતી ચોખાના ભાવોમાં 10 ટકા અને સોયાબીનના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ત્યાં જ, બંદરો પર આશરે 60,000 ટન ચોખા પડેલા છે. એ જ રીતે સોયાબીનની નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનાથી સોયાબીનના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ભારત દર વર્ષે 15-20 લાખ ટન સોયાબીન મિલની નિકાસ કરે છે. ઈરાન તેમાંથી 25 ટકા સુધીની ખરીદી કરે છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો સોયાબીનના દરમાં 5% નો ઘટાડો થશે. સંદર્ભ - કૃષિ જાગરણ, 4 માર્ચ 2020 આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
575
14