AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કોરોના વાયરસ ની અસર જીરાના ભાવ પર
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લીધે ભારત અને ચીન વચ્ચે જીરાના વેપારને ભારે અસર થઈ છે. આ સાથે જીરાના ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે ભારતમાંથી જીરાનો સૌથી મોટો ખરીદદાર દેશ ચીન છે. અહેવાલો મુજબ બજારમાં જીરાના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો. કિંમતોમાં પ્રતિ ક્વિન્ટલ 1,500 નો ઘટાડો થયો, એક મહિનામાં 10 ટકાનો ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, મસાલાની કોમોડિટીમાં અચાનક ઘટાડો ચીનમાં કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે આવ્યો છે. બિઝનેસ લાઇનના રિપોર્ટ અનુસાર, હાલમાં જીરાની કિંમત ઉંઝા બજારમાં લગભગ 14,500-14,600 પ્રતિ કવીન્ટલ રહી છે. આ ભાવ 15 જાન્યુઆરીએ 16,062 નોંધાયા હતા. કોરોનો વાયરસ ચોક્કસપણે માંગમાં ઘટાડા નું કારણ બન્યું છે. કારણ કે સામાન્ય રીતે, ચીન તેમના ઓર્ડરની ગુણવત્તાને પસંદ કરવા અને તેની ચકાસણી કરવા માટે વ્યક્તિગત રૂપે ભારત આવે છે, પરંતુ હવે આવું થતું નથી. મુસાફરી પ્રતિબંધો અને વાયરસના ભયને કારણે આ શક્ય નથી. સંદર્ભ - કૃષિ જાગરણ, 10 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
64
1