ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ તલમાં પાન વાળનાર ઇયળનું નિયંત્રણ
• તલનું વાવેતર ખેડૂતો ચોમાસા અને ઉનાળુ ઋતુમાં કરતા હોય છે. • ઉનાળુ તલમાં ગાંઠિયા ઇયળ, પાન વાળનાર ઇયળ, હોક મોથ ઇયળ, તડતડિયા, મોલો વિગેરે જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. • પાન વાળનારી શરૂઆતમાં વિકાસ પામતાં છોડનાં ટોચનાં કુમળા પાનને એકબીજા સાથે જોડી પાનની વચ્ચે રહી સંતાઇને પાન ખાય છે. • ખેડુતો આ જીવાતને તલનાં “માથા બાંધનારી ઇયળ” ના નામથી પણ ઓળખે છે. • પાકની ફૂલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફૂલ ખાય છે. આવા નુકસાન પામેલા ફૂલમાં બૈઢા બેસતા નથી, જેથી છોડની ડાળીનો તેટલો ભાગ બૈઢા વગરનો ખાલી જોવા મળે છે. • આ જીવાત છોડની પાછલી અવસ્થાએ બૈઢામાં કાણુ પાડી તેમાંથી દાણા ખાઇ જાય છે. • આ જીવાતને "બૈઢા કોરી ખાનાર ઇયળ" પણ કહે છે. • પાન અને બૈઢા અવસ્થાએ થતાં નુકસાન કરતાં ફૂલ અવસ્થાએ થતું નુકસાન ઉત્પાદન ઉપર નોંધપાત્ર અસર કરે છે. • કેટલાક પરજીવી અને પરભક્ષી કિટકો આ જીવાતનું નિયંત્રણ કરતા હોય છે.
• આ જીવાત પાક પુરો થયેથી ગોખરુ કે નિંદામણ (Pedalium murex Linn) છે તેના ઉપર નભે છે. જેથી પાક દરમ્યાન અને પછી પણ આવા નિંદામણનો નાશ કરવો. • પાકનાં વાવેતર પછી તુરત જ ખેતરમાં પ્રકાશ પીંજર ગોઠવવાથી ફૂદાંની વસ્તી કાબુમાં રહે છે. • બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિયત તૈયાર દવાઓ ૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો. • કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ એમ ત્રણ છંટકાવ કરવા. એગ્રોસ્ટાર એગ્રોનોમો સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
30
0
સંબંધિત લેખ