મોનસુન સમાચારabpasmita.in
16 અને 17 તારીખે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે?
ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સાબરકાંઠા-અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે. વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે. આજના દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના છે. 17મી તારીખે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 16 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
15
0
સંબંધિત લેખ