કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ડાંગરના લઘુતમ સમર્થન કિંમતમાં 3.4% નો વધારો કરવાની ભલામણ
સરકારે ખરીફ ડાંગર સિઝન 2019 - 20 માટે ડાંગરની ન્યુનતમ સમર્થન કિંમત (એમએસપી) માં માત્ર 3.3-3.4 ટકાનો વધારો કરવાની ભલામણ કરી છે. જ્યારે મે માં મહેંગાઈ દર 3.05 ટકા થઇ.
કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ખરીફ સિઝનનો મુખ્ય પાક ડાંગરની એમએસપી 60 રૂ. પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની ભલામણ સીએસીપી કરી છે. ખરીફ સીઝન 2019-20 ની કોમન જાત ની ડાંગર ની એમએસપી ૧૮૧૦ રૂ. અને એ ગ્રેડ ડાંગરની કિંમત 1,830 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે સીએસીપીની ભલામણો પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ખરીફના અન્ય પાકો બાજરી અને મકાઈ ની એમએસપી 6 થી 7 ટકા વધારો કરવાની ભલામણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય તેલ ની આયાતમાં ધટાડો લાવવા માટે ચાલુ ખરીફ સીઝનમાં સીએસીપીએ તેલ વાળા મુખ્ય પાક, સોયાબીન અને મગફળીની એમએસપી માં 8 થી 10 ટકા વધારો કરવાની ભલામણ કરી છે. સંદર્ભ: - આઉટલુક એગ્રીકલ્ચર, જુલાઇ 1, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0
સંબંધિત લેખ