કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પીએમ-કિસાન યોજના હેઠળ કેન્દ્ર દ્વારા રૂ.15,841 કરોડનું વિતરણ; પીએમ કિસાન સન્માન નિધિ 2020 ની સ્થિતિ અહીં તપાસો
દેશમાં લોકડાઉન અને કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે, ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેઓ રવી પાકની લણણી કરી શક્યા ન હતા અને ન તો તેઓ પોતાનો પાક વેચવા માટે મંડીઓમાં જઈ શક્યા હતા. આથી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અને દેશવ્યાપી લોકડાઉનથી અસરગ્રસ્ત ઉત્પાદકોને તાત્કાલિક રાહત આપવા કેન્દ્ર સરકારે 27 માર્ચે વડા પ્રધાન-કિસાન યોજના અંતર્ગત તમામ 8.69 કરોડ લાભાર્થીઓને રૂ .2,000 ના હપ્તા આપવાનું વચન આપ્યું હતું. કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે "24 મી માર્ચથી લોકડાઉન ના સમયગાળા દરમિયાન, લગભગ 7.92 કરોડ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે (પીએમ-કિસાન યોજના હેઠળ) અને અત્યાર સુધીમાં રૂ .15,841 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે."
પીએમ કિસાન સન્માન નિધિ 2020 ની સ્થિતિ તપાસો : _x000D_ 1. પીએમ-કિસાન સત્તાવાર પોર્ટલ એટલે કે www.pmkisan.gov.in પર જાઓ._x000D_ 2. મેનૂ બાર પર, ‘ફાર્મર કોર્નર’ પર ક્લીક કરો._x000D_ 3. હવે 'લાભાર્થીની સ્થિતિ તપાસો'( Check beneficiary સ્ટેટ્સ) પર ક્લિક કરો._x000D_ 4. પીએમ કિસાન સન્માન નિધિ 2020 સ્થિતિ તપાસો - તમારું રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામ દાખલ કરો._x000D_ 5. પછી 'રિપોર્ટ' ( Get report ) પર ક્લિક કરો_x000D_ 6. તમારી પ્રધાન કિસાન સન્માન નિધિ 2020 સ્થિતિ સ્ક્રીન પર જોવા મળશે._x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ _x000D_ આપેલ લાભકિય માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
89
0
સંબંધિત લેખ