કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખેડૂતોને સોલર પેનલ અને પંપ સબસિડી માટે નવી યોજના જલ્દી
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર નીચા ભાવે સોલર પેનલ અને પંપ ઉપલબ્ધ કરવા માટે નવી યોજના લાવવાની તૈયારી કરી રહ્યું છે. આના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કુલ ખર્ચ રકમના 30-30% ફાળો આપશે. તેમજ કુલ ખર્ચના અન્ય 40 ટકા ખર્ચ ખેડૂતને જાતે ઉપાડવો પડશે. આ વાત ની જાણકારી, ઉર્જા મંત્રી આર.કે. સિંહ દ્વારા એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે અમે ટૂંક સમયમાં એવી યોજના લાવવા જઈ રહ્યા છીએ,જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને કુલ ખર્ચ રકમના 30-30% ફાળો આપશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ યોજના હેઠળ દેશભરના 27.5 લાખ ખેડૂતો માટે સોલર પેનલ અને પંપ આપવાની તૈયાર કરવામાં આવી છે. ઊર્જા મંત્રાલયના અધિકારીએ જણાવ્યા અનુસાર, 1 હોર્સપાવરની સોલર પંપ લગાવવા માટે 90,000 રૂપિયાનો ખર્ચ થાય છે. ખેડૂતોના ખેતરમાં 1 હોર્સપાવરના સોલર પંપ લગાવવા માટે 40 ટકા હિસ્સોરૂપે રૂ. 36,000 ચૂકવવા પડશે. આ માટે, સરકાર ખેડૂતોને ભંડોળની સુવિધા પણ પૂરી પાડશે. સ્ત્રોત - કૃષિ જાગરણ, જુલાઈ 8, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
237
0
સંબંધિત લેખ