કૃષિ વાર્તાકૃષિ જાગરણ
શું ગુલાબી ઇયળનું નિયંત્રણ શક્ય છે?
કપાસમાં થતી ગુલાબી ઇયળને અટકાવવામાં વૈજ્ઞાનિકોનો ફાળો._x005F_x000D_ _x005F_x000D_ કૃષિ વૈજ્ઞાનિકો કપાસના પાકમાં થતી ગુલાબી ઇયળને નિયંત્રિત કરવા લેવાતાં પગલાઓનું પૃથ્થકરણ કરી રહ્યા છે. આ પૃથ્થકરણમાં કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો જેવાં કે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, રાજસ્થાન, પંજાબ, અને અન્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2017 અને 2018માં ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે કપાસના ફાલમાં ખૂબ નુકશાન થયું હતું. જેની વ્યાપક અસર રૂપે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયાં હતાં. તેને ધ્યાનમાં રાખીને, કૃષિ વૈજ્ઞાનિકો ગુલાબી ઇયળને નિવારવાના પ્રયત્નો કરી રહ્યા છે, ઉપરાંત ખેડૂતો પણ આ જીવાતથી તેમના પાકને બચાવવાના પગલા લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્ત્રોત – ક્રિષિ જાગરણ, 6 માર્ચ2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
244
0
સંબંધિત લેખ