પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
મહત્વનો પશુઆહાર- બાયપાસ પ્રોટીન
પશુઓનુ જઠર (પેટ) ચાર ભાગોમા વહેચાયેલુ હોય છે, તેના નામ અનુક્રમે રૂમેન, રેટીક્યુલમ, ઓમેઝમ અને એબોમેઝમ છે. પશુઆહારમા રહેલા કેટલાક પ્રોટીન તત્વો પહેલા જઠર (રૂમેન) મા વિઘટન થવાને બદલે ત્યાથી પસાર થઈ સાચા જઠર તરીકે ઓળખાતા (એબોમેઝમ) અને પશુના આંતરડામા વિઘટન પામે છે. આવા પ્રોટીનને બાયપાસ પ્રોટીન કહેવાય છે. બાયપાસ પ્રોટીનની ક્યારે જરૂર પડે? • ઝડપથી વિકાસ પામતા વાછરડાઓને (શંકર ગાયના) • જ્યારે પશુનુ દુધ ઉત્પાદન ૧૨-૧૫ લીટર કરતા વધુ હોય • પશુને સારી ગુણવતાને બદલે હલકી ગુણવતાનો ઘાસચારો મળતો હોય બાયપાસ પ્રોટીન આપવાની રીત: પશુના જુદ-જુદા શારીરિક તબક્કા પ્રમાણે પશુના ખોરાકમા પ્રોટીનનુ પ્રમાણ ૧૪ થી ૨૦ ટકા જેટલુ રાખવુ જોઈએ અને આ પશુની કુલ પ્રોટીનની જરૂરિયતના ઓછામા ઓછુ ૪૦ ટકા જેટલુ પ્રોટીન પશુને આ તૈયાર બાયપાસ પ્રોટીનના રૂપમા મળે તે જરૂરી છે. જ્યારે બાયપાસ પ્રોટીન ઉપલબ્ધ ન હોય ત્યારે કપાસિયા ખોળ, રાઈસબ્રાન, મકાઈ ભુસુ વગેરેમા બાયપાસ પ્રોટીન વધારે હોવાથી આ પ્રકારનો ખોરાક પણ પશુઆહારમા આપી શકાય.
બાયપાસ પ્રોટીન આપવાથી થતા ફાયદા: • પ્રોટીનનુ જઠરના પ્રથમ ભાગ (રૂમેન) મા પાચન ન થતા, સાચા જઠર (એબોમેજમ) અને આંતરડામા ઉત્સેચકીય પાચન થાય. • તેમાથી છૂટા પડતા પોષકદ્રવ્યો ત્યા જ સાચા જઠર અને આંતરડામા શોષાય છે. • શરીરના વિકાસ અને ઉત્પાદન માટે ખુબ જ ઉપયોગી. • બાયપાસ પ્રોટીન આપવાથી દુધ ઉત્પાદન વધે, સરેરાશ વૃદ્ધિદર વધે છે, દુધના ફેટ તથા પ્રોટીનના ટકામા વધારો થાય. સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
76
0
સંબંધિત લેખ