કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બજેટમાં જાહેરાત 10 હજાર નવા ખેડૂતો ઉત્પાદક સંઘ બનશે
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય 2019-20 નું સામાન્ય બજેટ શુક્રવારે લોકસભામાં રજુ કરતા કહ્યું કે, કૃષિ આધારભૂત રચનામાં હવે રોકાણને પ્રોત્સાહન મળશે. આવતા ૫ વર્ષોમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગ બનશે, કઠોળની બાબતમાં દેશમાં આત્મનિર્ભર બન્યો છે. અમારો ધ્યેય આયાત પર ખર્ચ ઓછો કરવાનો છે, સાથોસાથ ડેરી પ્રવૃત્તિઓ પણ વધારો કરવામાં આવશે.
નાણામંત્રી જણાવ્યું હતું કે અન્નદાતા હવે ઊર્જાદાતા પણ થઇ શકે છે. ખેડૂતણે તેમના પાક યોગ્ય ભાવ આપવો આપણો ધ્યેય છે. તેમણે કહ્યું કે ઝીરો બજેટ ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખેતીની મૂળભૂત રીત પર પાછું ફરવું તેમનો ઉદ્દેશ છે. તેનાથી જ ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય પૂર્ણ થશે. અમે આશા કરીશું કે તેલીબિયાંમાં પણ અમે ખેડૂતોને આત્મનિર્ભર બનાવીશું. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો આત્મનિર્ભર બનાવવા માટે 'ઝીરો બજેટ ખેતી' કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ તમામ પ્રયત્નો માં, આપણે એ સ્થિતિ પહુંચશું, જ્યાં ઝીરો બજેટ ખેતી પર લાગુ કરવામાં આવશે. ખેતીની મૂળભૂત પદ્ધતિઓ પર પાછું ફરવું જ ઉદ્દેશ છે. અમારો ધ્યેય ગામમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનો છે. સીતારમણે જણાવ્યું હતું કે 2019-20 દરમિયાન 100 નવા વાંસ, મધ અને ખાદી ક્લસ્ટર ની સ્થાપના થશે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્સ્ય માળખાંની સ્થાપના થશે. સંદર્ભ : આઉટલુક એગ્રીકલ્ચર, 5 જુલાઈ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
60
0
સંબંધિત લેખ