ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં ડૂંખ અને ફળ કોરીખાનાર ઇયળનું વ્યવસ્થાપન
સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ):  પ્રતિકારકશકિત ધરાવતી જાતની પસંદગી કરવી.  ચીમળાઇ ગયેલી ડૂંખો ઇયળ સહીત તોડીને જમીનમાં દાટી દેવી.  સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોએ ફેરોમોન ટ્રેપ ૧૦-૧૨ પ્રતિ એકરે મૂકવા.  ઉપદ્રવની શરુઆતે વનસ્પતિજ્ન્ય કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો.  ગૌ-મૂત્ર (૨૦%) અને લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ અર્ક (૧૦%)નો છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઇસી ૪ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૩% +ક્વીનાલફોસ ૨૦% ઇસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૧% +ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% +ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી.  પાક પૂરો થયા બાદ ઉપાડેલા છોડને ખેતરના શેઢા-પાળા પર ઢગલો ન કરતા તેનો તાત્કાલિક નિકાલ કરવો.  સૂકા છોડનો ઢગલો કર્યો હોય તો તેને એગ્રોનેટથી ઢાંકી દો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
553
1
સંબંધિત લેખ