જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમના પાકમાં કૃમિ (નેમેટોડ) નું જૈવિક નિયંત્રણ
વર્તમાનમાં, બધા પાકમાં કૃમિ મુખ્ય સમસ્યા છે. સતત ભેજવાળા વિસ્તારોમાં પાકના મૂળમાં કૃમિ જોવા મળે છે. નેમેટોડ સૂક્ષ્મ હોય છે અને પાકના નાના મૂળના આંતરિક ભાગોમાં રહીને મૂળને નુકસાન પહોંચાડે છે.જેનાથી મૂળને અસર થાય છે પાકનું પોષણ પ્રભાવિત થાય છે સાથે સાથે મૂળમાં ગાંઠ રચાય છે. આ નુકસાનને કારણે છોડના પાંદડા પીળા થઈ જાય છે.જેનાથી છોડ સુકાઈ જાય છે જે દાડમના પાકમાં સુકારાના ચિહ્નો બતાવે છે. દાડમના બગીચામાં નેમેટોડ (કૃમિ) નું નિયંત્રિત કરવા માટે સમયાંતરે આ જૈવિક પદ્ધતિઓનું પાલન કરો: • દાડમના નવા બગીચા કરતા પહેલા, ખેતરની માટીને સારી રીતે તડકામાં તપવા દેવી, જે જમીનમાં નેમેટોડ ને નિયંત્રિત કરવામાં મદદ કરશે. • દાડમમાં આંતર પાક તરીકે ટામેટા, શાકભાજી, મરચાં, ભીંડા કાકડી જેવા પાક ન વાવવા. • વાવેતર પછી ગલગોટા પાકનું પાકની ચારેબાજુ વાવેતર કરવું જોઈએ. • ઝાડ દીઠ 2-3 કિગ્રા લીમડાનો ખોળ ખાડાની ચારે બાજુ આસપાસ આપવો જોઈએ. • છાણીયા ખાતર સાથે ટ્રાયકોડર્માપ્લસ જમીનમાં આપવું જોઈએ. તેનો સતત ઉપયોગ કરવાની જરૂર છે. • પેસિલોમાયસિસ @ 2-4 કિગ્રા / એકર ટપક દ્વારા આપવું જોઈએ. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
347
2
સંબંધિત લેખ