જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૈવિક ખેતીના ફાયદા
જૈવિક ખેતીનો સૌથી મોટો ફાયદો તે છે કે, લાંબા સમય સુધી જમીન અને જમીનની ફળદ્રુપતા શક્તિને સુરક્ષિત રાખી શકાય છે, જે રાસાયણિક ખાતરના ઉપયોગ વિના ખેડૂતો માટે ફાયદાકારક હોઈ શકે છે. • જૈવિક ખેતીના ઉપયોગ પછી, તમે તમારા ખેતરોમાં એ પાક ઉગાવી શકો છો જે આજ સુધી થયો નથી,કેમકે જમીનની ઉપજાવ શક્તિમાં વધારો થયા બાદ કોઈપણ પ્રકારની પાક વાવણી કરી શકાય છે. • જૈવિક ખેતીની સીધી અસર પ્રાણીઓ પર પણ થશે,કારણ કે, તેમને મળવાવાળો ખોરાકમાં રસાયણોની માત્રા નહીં હોય તો તેમના દ્વારા આપવામાં આવેલ દૂધની ગુણવત્તામાં પણ સુધારો થશે અને પ્રાણીઓની તંદુરસ્તી વધુ સારી રહેશે. • પ્રાણીઓની સાથે-સાથે મનુષ્યો પર લાંબા ગાળાના પરિણામો આવશે,જેમાં અનેક અસાધ્ય રોગોથી બચી શકાય છે અને તેમના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. • જૈવિક ખેતીની શરૂઆતમાં કેટલીક સમસ્યા હશે પરંતુ લાંબા ગાળે તમારી પાકની ગુણવત્તા વધુ સારી રહેશે અને તમને પણ સારો નફો મળશે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
603
0
સંબંધિત લેખ