કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી ખુબ સરળ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના ને 1 વર્ષ પૂર્ણ થયું છે. આ યોજનાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત 1.6 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે. જો ધ્યાનમાં લેવામાં આવે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ, આ બંને યોજનાને એક કરવામાં આવી છે. જેથી કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. આ સાથે, અરજદારોના ડેટા વેરિફિકેશનનું કામ પણ ખૂબ સરળ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ તમામ ખેડુતો મેળવી શકશે. અરજી કરવી ખૂબ જ સરળ : • અરજી કરવા માટે લાભાર્થી પીએમ કિસાન યોજના પોર્ટલ https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવી પડશે. • કિસાન ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવુ. • આ વિકલ્પ વેબસાઇટના હોમપેજ પર દેખાશે, જે ડાઉનલોડ કેસીસી ફોર્મ નામથી ઉપલબ્ધ છે. • ખેડુતે આ ફોર્મ ભરવાનું રહેશે. • ફોર્મમાં ખેડૂતે તેની જમીનના દસ્તાવેજો, પાકની વિગતો ભરવાની રહેશે. • ઉપરાંત, એ પણ માહિતી ભરવાની રહેશે કે તેમને કોઈ અન્ય બેંક અથવા શાખામાંથી બીજું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવેલું નથી.
કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડાઈ રહ્યા છે ઘણા ખેડુતો : પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. 1.60 લાખની ઓટો લિમિટનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. જો ખેડૂતનો પાક વધારે મૂલ્ય ધરાવે છે, તો તે રકમનું ક્રેડિટ કાર્ડ મેળવી શકે છે. સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ કેસીસી સંબંધી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
754
0
સંબંધિત લેખ