જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મિલિબગનું જૈવિક નિયંત્રણ
મિલીબગ દાડમ, દ્રાક્ષ, જામફળ, અંજીર, ચીકુ અને શેરડી, કપાસ જેવા પાક પર મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાસાયણિક જંતુનાશકોની તુલનામાં જૈવિક પરિબળો દ્વારા આ જીવાતોને નિયંત્રણ કરવું જલ્દી શક્ય છે. આ બધા જૈવિક પરિબળોમાં પરભક્ષી જીવાતો વધુ મહત્વપૂર્ણ છે.ઓસ્ટ્રેલિયન લેડી બર્ડ બીટલ ક્રિપ્ટોલીમસ મ મોંન્ટ્રાઝરનો ઉપયોગ લાંબા ગાળાનું નિયંત્રણ પૂરું પાડે છે.
ક્રિપ્ટોલીમસ ખેતરમાં છોડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા: • ક્રિપ્ટોલીમસ ઈયળ ખૂબ નાજુક હોય છે. પ્રયોગશાળામાંથી લાવવામાં આવેલ ઈયળને બ્રશની મદદ થી મિલિબગના ભાગ પર એટલે કે પાક પર છોડવામાં આવે છે. સંભવત: જ્યાં મિલિબગ નો વ્યાપ વધારે હોય છે, જેમ કે ફળો,થડ અને શાખાઓ. • આ કામ સાંજના સમય દરમિયાન કરવું જોઈએ. • ફળના ઝાડમાં પ્રતિ ઝાડ દીઠ 3 થી 4 ક્રિપ્ટોલીમસ લાર્વા અથવા વયસ્ક હોવા જોઈએ. • જ્યારે ક્રિપ્ટોલીમસ ખેતરમાં છોડવામાં આવે ત્યારે પૂરતો ભેજ હોવો જોઈએ અને રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. • વર્ષમાં બે વાર ક્રિપ્ટોલીમસનો ફેલાવો થવો જોઈએ. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
71
0
સંબંધિત લેખ