પશુપાલનગુજરાત લાઈવસ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ(ગાંધીનગર)
કુત્રિમ બીજદાન(AI) અને તેના ફાયદા
પ્રસ્તાવના:ઉચ્ચ આનુવાંશિક ગુણો ધરાવતા નર પશુમાંથી વૈજ્ઞાનિક ઢબે કૃત્રિમ સાધનો દ્વારા એકત્રિત કરેલ બીજને થીજવી વેતરમાં આવેલ માદા પશુના જનનાંગોમાં વૈજ્ઞાનિક સાધનોની મદદથી વીર્યદાન કરવાની પ્રક્રિયાને કૃત્રિમ બીજદાન કહે છે. ફાયદા: * ભારતમાં પશુ વસ્તીની સંખ્યાને ધ્યાને લેતાં સંવર્ધન માટે સાંઢની જરૂરિયાત સામે સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતા સાંઢ ખૂબ જ ઓછા ઉપલબ્ધ છે,આથી કૃત્રિમ બીજદાન દ્વારા ઉપલબ્ધ સાંઢ,પાડાનો અધિકતમ ઉપયોગ કરી શકાય છે. * આ પદ્ધતિને કારણે ગાય ભેંસોમાં જનન અંગોની ખામીનું પરિક્ષણ પણ થઈ શકે છે . * થીજવેલ બીજ ઉત્પાદન માટે ફક્ત નીરોગી સાંઢ / પાડા રાખવામાં આવે છે અને તેમનું નિયમિત રોગ પરિક્ષણ કરવામાં આવે છે.આથી પ્રજનન સંબંધી ચેપી રોગો થવાની શક્યતા નહિવત રહે છે. * નાના પશુપાલકો કે જેઓ ૫ થી ૮ પશુઓ રાખતા હોય તેમને સાંઢ રાખવો આર્થિક રીતે પોષાય નહીં આથી ખૂબ નજીવી કિંમતે ઉત્તમ કૃત્રિમ બીજદાન સુવિધા મળી શકે છે. * કૃત્રિમ બીજદાનથી સેંકડો માઇલ દૂર રહેલ સાંઢ/પાડાથી પ્રજનન સંભવ બને છે.શુદ્ધ ઓલાદના ઊંચી ઉત્પાદન ક્ષમતા ધરાવતા સાંઢ/પાડાથી પેદા થયેલ વાછરડી કે પાડીની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે જેથી દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાથી આર્થિક લાભ થાય છે.
* કુદરતી સેવાથી એક સાંઢ/પાડા દ્વારા એક વર્ષમાં વધુમાં વધુ ફક્ત ૧૦૦ થી ૧૨૦ પશુઓમાં પ્રજનન સંભવ થઇ શકે.પરંતુ જો ઉચ્ચ કોટિના સાંઢ પાડા પસંદ કરી કૃત્રિમ બીજદાન પદ્ધતિથી પ્રજનન કરાવવામાં આવે તો હજારોની સંખ્યામાં ઉચ્ચ કોટિના બચ્ચા પેદા કરી શકાય છે. * થીજવેલ વીર્ય વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન વાયુમાં સુરક્ષિત રાખી શકાય છે,જેથી જે સાંઢ પાસેથી મેળવેલ વીર્યનો સો ટકા ઉપયોગ થઇ શકે છે.સાંઢના મૃત્યુ બાદ પણ લાંબા સમય સુધી તેના વીર્યનો ઉપયોગ કરી પ્રજનન ચાલુ રાખી શકાય છે. * પશુઓ ગરમીમાં આવે તેમને ૧૨ થી ૧૮ ક્લાક સુધીમાં કૃત્રિમ બીજદાન કરાવવું જરૂરી છે.કૃત્રિમ બીજદાન કર્યા પછી પશુને સાંઢ કે પાડાથી ફેળવવું જોઇએ નહીં તથા બે દિવસ સુધી ચરવા પણ છોડવું નહીં જેથી તે બાંગરા પશુના સંપર્કમાં આવે નહીં. * કૃત્રિમ બીજદાનની તારીખ નોંધ કરવી તથા ૨૦ થી ૨૫ દિવસો દરમિયાન પશુ ફરીથી ગરમીમાં આવે તો ફરીથી કૃત્રિમ બીજદાન કરવુ જોઇએ.જે પશુઓમાં ગર્ભાધાન થયેલ નથી અને ગરમીમાં આવતા નથી તેવા પશુઓને ગરમીમાં લાવવા માટે જરૂરી સારવાર પશુ ચિકિત્સક પાસે કરાવવી જોઇએ. સંદર્ભ: ગુજરાત લાઈવસ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ(ગાંધીનગર) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
494
0
સંબંધિત લેખ