મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારો પર આગામી 5 દિવસ માટે સર્જાયો મોટો ખતરો
અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની આફત ગુજરાત પરથી તો ટળી ગઇ છે. પરંતુ સમગ્ર ગુજરાત ક્યાર વાવાઝોડાના ભરડામાં આવી ગયું છે. ક્યાર વાવાઝોડું તો ઓમાન તરફ ફંટાઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 30 ઓક્ટોબર, 201
15
0
સંબંધિત લેખ