પશુપાલનNDDB
પશુપાલન કેલેન્ડર: નવેમ્બર માં ધ્યાન રાખવાની બાબતો
આ સમયમાં ઠંડીની સિઝનમાં શરૂ થઇ જાય છે, જેથી પશુપાલકે તેના પશુ પ્રત્યે ખાસ ધ્યાન આપવું પડે છે. તો ચાલો જાણીએ કે આ મહિનામાં ધ્યાન રાખવાની બાબતો પર.
• આ મહિનામાં તાપમાન અચાનક નીચું જવાની સ્થિતિમાં પશુઓને ઠંડીથી બચાવવાનાં ઉપાય કરો, રાત્રે પશુઓને ખુલ્લામાં બાંધવા નહીં. • પશુઓનું ભોંયતળિયું સૂકું હોવું જોઈએ. • ખરવા- મોવાસા (FMD), ગળસુંઢો, ઘેટાં/બકરા: પોક્સ, ગાંઠિયો તાવ (બ્લેક ક્વાર્ટર) વગેરે રોગની રસીકરણ હજુ પણ ન કરાવ્યું હોય તો કૃપા કરીને તે સમયસર લગાવી લેવી. • મસ્ટાઈટીસ રોગ ના નિવારક પગલાં લેવા. • પરોપજીવી દવાઓ અથવા લીકવીડ આપીને પશુઓને પરોપજીવી પ્રકોપથી બચાવી શકાય છે, જેનાથી ના ફક્ત, પશુઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે, જે પશુ ખોરાક ખાય છે તો તેના શરીરમાં સદુપયોગ થશે અને દૂધ ઉત્પાદન વધશે. • પશુઓને નિયમિત નિર્ધારિત માત્રામાં મિનરલ-મિશ્રણ આપવું. • યોગ્ય સમયે ઘાસચારાની ખરીદી કરી યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવું. • મલ્ટીકટ (બહુ મોસમી) ઘાસની કાપણી કરી લેવી. ઠંડીમાં ઘાસનો વિકાસ યોગ્ય રીતે થશે નહીં, તેની આગામી કાપણી તાપમાન વધતા ફેબ્રુઆરી - માર્ચમાં જ પ્રાપ્ત થશે. • ત્રણ વર્ષમાં એકવાર ઘેટાં અને બકરાઓને પી.પી.આર. ની રસી અવશ્ય આપવી જ જોઇએ. • ઘેટાંના શરીરથી વાળ કાતર્યા બાદ 21 દિવસ પછી બાહ્ય પરોપજીવીઓથી બચાવવા માટે જંતુનાશક દ્રાવણથી નવડાવવું. સંદર્ભ: NDDB જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
174
0
સંબંધિત લેખ