સલાહકાર લેખકૃષિ જાગરણ
બેટરીથી ચાલતું મિનિ 🚜 ટ્રેક્ટર લોન્ચ, ખેડુતોનું ડીઝલ ખર્ચ શૂન્ય !
નાના અને સીમાંત ખેડુતોને ખેતરમાં ખેડાણ માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક ટ્રેક્ટર સાથે, તો ક્યારેક ડીઝલ સાથે. હાલમાં ડીઝલનો ભાવ પણ આકાશને સ્પર્શી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓ ટ્રેક્ટરના ડીઝલના ખર્ચને લઇને ખૂબ જ ચિંતિત છે. કારણ કે ખેતરોમાં કામ કરતી વખતે ટ્રેક્ટરમાં ઘણું ડીઝલ બળી જાય છે, જેના કારણે ખેડુતોનો ખર્ચ ખૂબ વધી જાય છે અને બચત ઘણી ઓછી થાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ટ્રેક્ટર 🚜 વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઓછી કિંમતે ખરીદી શકો છો અને ડીઝલ વિના ડ્રાઇવિંગ કરી શકો છો. હા, એક ટ્રેક્ટર ભારતમાં આવી ગયું છે જે ડીઝલથી નહીં પણ બેટરીથી ચાલે છે અને તેમાં ડીઝલ નાખવાની જરાય જરૂર નથી કારણ કે તેમાં ડીઝલ માટેની કોઈ ટાંકી નથી. આ ટ્રેક્ટર આગામી સમયમાં ખેડૂતો માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ ટ્રેક્ટરની સૌથી વિશેષ બાબત એ છે કે આ ટ્રેક્ટર અન્ય ટ્રેકટરોની જેમ સંપૂર્ણ શક્તિશાળી છે અને ખેતરના તમામ કાર્યો કરવા સક્ષમ છે. જણાવી દઈએ કે આ ટ્રેક્ટર કંપનીનું નામ સુકૂન સોલ્યુશન્સ પ્રા.લિ. છે અને આ ટ્રેક્ટરનું નામ નંદી રાખવામાં આવ્યું છે. તે એક મીની ટ્રેક્ટર છે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનાથી કોઈ પ્રદૂષણનું થતું નથી. જેમ કે તમે બધા જાણો છો કે આપણા દેશમાં પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વાહનોથી ઘણું પ્રદૂષણ થાય છે પરંતુ આ બેટરીથી ચાલતું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ લાવશે નહીં. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
159
18
સંબંધિત લેખ