કૃષિ વાર્તાવ્યાપાર જન્મભૂમિ
કૌશલ્યરત્ન ફાર્મર પ્રોડયુસર ઓર્ગે. ખેડૂતો માટે નફાકારક બની !
ખેડૂતો સંગઠિત બનીને આગળ વધે તો વિકાસ ચપટી વગાડતાં થાય અને મોટામાં મોટી સમસ્યાનો પણ નીવેડો સરળતાથી આવી જાય. બનાસકાંઠાના સૂંઢા ગામના કેટલાક ખેડૂતોએ નાના ખેડૂતોનો પણ વિકાસ થાય તે હેતુસર લોકોને એકઠા કરી સરકારની યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે. એમાં જોડાયેલા સૂંઢા સહિત આજુબાજુના 15 ગામના 202 ખેડૂતો કોઈ પણ જાતની હેરાનગતિ વિના પોતાના પાકનો ભાવ જાતે નક્કી કરીને કમાણી કરી રહ્યા છે. ગામના ખેડૂત ભીખાભાઇ જણાવે છે કે 'બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સૂંઢા ગામના ખેડૂતોએ એકઠા થઈ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુસર બનાવેલી કૌશલ્યરત્ન ફાર્મસ પ્રોડ્યુસ કંપની આજે ગામ સહિત આજુબાજુના 15 ગામોના 202 ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે. સૂંઢા ગામ પાલનપુર તાલુકાના છેવાડે આવેલું અને અંદાજીત 2800 લોકોની વસ્તી ધરાવે છે.' મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.પરંતુ તેમાંથી કેટલાક ખેડૂતો ખૂબ જ નાના ખેડૂતો છે.જેથી બીયારણના ઉંચા ભાવો તેમજ તૈયાર પાકોના યોગ્ય ભાવ ન મળતાં આવા ખેડૂતોની હાલત કફોડી બની હતી. આવા ખેડૂતો ખેતીના વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા હતા.ત્યારે ગામના કેટલાક ખેડૂતોએ એકઠા થઈ સંકલન કરી કેન્દ્ર સરકારની યોજના હેઠળ કૌશલ્યરત્ન ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની બનાવવાનો વિચાર કર્યો અને ગામના જ ખેડૂતોને સભાસદ બનાવી કંપનીની શરૂઆત કરી.'' ગામના મોટાભાગના નાના ખેડૂતો આ કંપનીમાં જોડાયા અને તે બાદ ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહેતા નાના ખેડૂતો પણ પગભર બનતા ખેતી છોડવાનો વિચાર ટાળી ખેતીના જ વ્યવસાય સાથે સંકળાઇ રહ્યા.દોઢ વર્ષ અગાઉ સુંઢા ગામના ખેડૂતો દ્વારા શરૂ કરાયેલી એફપીઓમાં 202 ખેડૂતો સભાસદ બન્યા છે.જેમાંથી 82 ખેડૂતો માત્ર 2 હેકટર જેટલી જ જમીન ધરાવે છે, ત્યારે 92 ખેડૂતો મધ્યમ તો 28 મોટા ખેડૂતો છે.'' સભાસદ બનેલા ખેડૂતો 10 રૂપિયાના ભાવથી આ એફપીઓના શેર ખરીદે છે.જેમાં સભાસદ થયેલા ખેડૂતોને પાક ઉગાડવા બજાર કરતા ઓછા ભાવે પોતાની જ કંપનીમાંથી બિયારણ મળી રહે છે. ખેડૂતો પણ તૈયાર માલ પોતાના ભાવથી વેંચે છે.' માત્ર દોઢ વર્ષમાં કૌશલ્ય રત્ન એફપીઆઇની શેર મૂડી 5 લાખ રૂપિયા થઇ ગઇ છે. 202 ખેડૂતોનો કુલ પાક રૂપિયા 8 કરોડમાં વેચાઇ રહ્યો છે. સાથે ખેડૂતોને 20-25 ટકા જેટલો ધરખમ નફો પ્રાપ્ત થઇ રહ્યો છે.
સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
47
3
સંબંધિત લેખ