કૃષિ વાર્તાસંદેશ
મોદીએ બનાસકાંઠાના આ ખેડૂતના કર્યા ભારોભાર વખાણ, બેરોજગારો માટે ઉત્તમ ઉદાહરણ !
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઇસ્માઇલભાઈ શેરાની નોંધ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં લઈને તેમની ખેતી કરવાની પદ્ધતિના વખાણ કરતાં ખેડૂત ઇસ્માઇલ ભાઈએ સમગ્ર જિલ્લાના ખેડૂતો વતી મોદીજીનો આભાર માન્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. નાનકડા રામપુરા ગામેં રહેતા 65 વર્ષીય ખેડૂત ઇસ્માઇલભાઈ આજે સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. જોકે વર્ષો પહેલા ઇસ્માઇલના ઘરની હાલત ખુબજ નાજુક હતી અને ખેતીમાં કઈ વધારે ઉપજ ન થતાં એમના પિતા ઉપર દેવું વધી ગયું હતું, જોકે શિક્ષણમાં ઇસ્માઇલ ભાઈ અવ્વલ નંબરે આવતા હોય તેમનું આઈએસ બનવાનું સ્વપ્ન હતું. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અને ખેતીમાં કંઈ જ ફાયદો ન થતો હોવાથી તેમના પિતા સહિત તેમના પરિવારના લોકો ઇસ્માઇલભાઈ નોકરી કરે તેવું ઈચ્છતા હતા, જોકે ઇસ્માઇલભાઈએ નોકરી ન કરી બાપદાદાની જમીન પર ખેતી કરવાનું નક્કી કર્યું અને પરીવારની મરજી વિરુદ્ધ ખેતી કરી અને પ્રથમ જ વર્ષે ખેતીમાં એરંડાના વાવેતર થકી ઇસ્માઇલ ભાઈએ 5 લાખની કમાણી કરી હતી. ત્યારબાદ આ પ્રગતિશીલ ખેડૂતે પાછું વળી જોયું નથી અને આધુનિક પદ્ધતિથી પપૈયા, બટાટા, એરંડા, મરચા, તડબુચ, શક્કરટેટીની ખેતી કરી વર્ષે 60 લાખનો નફો મેળવે છે. સફળ ખેતી કરતા ઇસ્માઇલભાઈને વર્ષ 2004માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇરીગેશન પદ્ધતિ માટે સરદાર એવોર્ડથી સન્માન કર્યા હતા. જોકે ત્યારબાદ બટાટાની ખેતી કરી ઇસ્માઇલ ભાઈકોન્ટ્રાકટ ફાર્મિંગથી નફો લાખોનો મેળવ્યો હતો. ઇસ્મઇલભાઈને બેસ્ટ ફાર્મરના એવોર્ડથી નવાજવામાં આવી ચૂક્યા છે. ત્યાં જ મકકેન કંપનીએ પણ તેમને બેસ્ટ ફાર્મર એવોર્ડ આપ્યો હતો. બટાટા અને પપૈયાની આધુનિક ખેતી કરી ઇસ્માઇલ ભાઈ વર્ષે 60 લાખની કમાણી કરે છે ઇસ્માઇલ ભાઈનું માનવું છે કે બટાટા માર્કેટયાર્ડમાં ભરાવવાથી ખેડૂતના ભાવ બંધાઇ જાય છે અને ખેડૂતને નુકશાન થાય છે. જોકે ખેડૂત ફાર્મિંગ પદ્ધતિથી કંપની સાથે કરાર કરી અને સારા ભાવ મેળવી શકે છે. આ પ્રગતિશીલ ખેડૂત ખેતી કરે છે અને ખેતીમાં સફળતા થકી આજે નેશનલ ફલક પર પીએમ નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં પ્રગતિશીલ ખેડૂત ઇસ્માઇલ ભાઈને નવાજ્યા છે. જેથી બનાસકાંઠા અને ગુજરાત માટે ઇસ્માઇલભાઈ એક મિશાલ બન્યા છે. તેમનું કહેવું છે કે ખેડૂતોએ ખેતી છોડવાની જરૂર નથી અને નોકરી પણ કરવાની જરૂર નથી, પરંતુ પદ્ધતિ બદલીને આધુનિક ખેતી કરવાની જરૂર છે. જેથી એ લાખોમાં કમાણી કરી શકે છે.
સંદર્ભ : સંદેશ, 27 સપ્ટેમ્બર. આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
6
સંબંધિત લેખ