કૃષિ વાર્તાZEE ૨૪ કલાક
અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત !
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશે કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે, આગામી 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે, એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયા છે. આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે. આવતા બે વર્ષનો કોલ આપી દીધો છે. 116 ટકાથી વધુ વરસાદ થયો છે. ખેડૂતોના કૂવા અને બોરમાંથી પાણી છલકાયા છે. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ આગામી રવિ સીઝન તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. આગામી બે વર્ષ માટે પહોંચી જાય તેટલું પાણી કુદરતે આપી દીધું છે. તેઓએ વધુમાં કહ્યું કે, આવતા બે વર્ષ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ચારેબાજુથી પાણી આવ્યું છે. કેટલાક લોકો ખેડૂતોને ગુમરાહ કરતા હોય તો રાજ્ય સરકાર વતી વિનંતી કરું છું કે કોઈ તમને ગેરમાર્ગે દોરતું હોય તો દોરવાશો નહિ. આ વર્ષે પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેની સંપૂર્ણ ગંભીરતાથી રાજ્ય સરકારે નોંધ લીધી છે. આવતા દિવસોમાં પણ ખેડૂતોની પડખે ઊભા રહીશું. થોડા મંહદ અંશે સમગ્ર રાજ્યમાં નુકસાન થયું છે. "સંદર્ભ : ZEE ૨૪ કલાક, 02 સપ્ટેમ્બર 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. "
સંદર્ભ : ZEE ૨૪ કલાક, 02 સપ્ટેમ્બર 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
65
4
સંબંધિત લેખ