સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં પિયત વ્યવસ્થાપન
કપાસના પાકમાં સારું ઉત્પાદન મેળવવા માટે વરસાદ ઉપરાંત યોગ્ય પિયત વ્યવસ્થાપન ખુબ જરૂરી છે. જમીનમાં ભેજની હાજરી મુજબ ભારે કાળી જમીનમાં 20 થી 25 દિવસે અને ગોરાડું જમીનમાં 15 થી 20 દિવસના અંતરે પિયત આપવું. કપાસના પાકની મુખ્ય અવસ્થાઓ કે જ્યાં પિયતની ખાસ જરૂર હોય છે. ૧. ફળાઉ ડાળી અવસ્થાએ ૨. ફૂલો આવવાની અવસ્થાએ ૩. જીંડવા બેસવાની અવસ્થાએ ૪. જીંડવા ફાટવાની અવસ્થાએ કપાસના પાકમાં ફૂલ ભમરી બેસતા પહેલા પિયત આપવું. પુષ્કળ ફૂલ ભમરી આવેલ હોય ત્યારે પિયત આપવું હિતાવહ નથી પણ પાણીની ખેંચ હશે તો ફૂલ ભમરી ખરી જાય છે, માટે આ અવસ્થામાં પાણીની ખેંચ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. ખુબ ટૂંકા ગાળે પિયત આપવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. પરિણામે જીંડવા ફાટવામાં વાર લાગે છે. જેથી પાક લાંબો ખેંચાય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
34
0
સંબંધિત લેખ