સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી પીળી પાડવાના કારણો અને ઉપાયો
મગફળી જયારે ઉગી જાય છે ત્યારે વાતાવરણ ગરમ ભેજ વાળું તેમજ વરસાદ પણ હોય છે. પાકને ઝડપી વિકાસ માટે પૂરતા પોષકતત્વો નું જરૂર હોય છે. મુખ્યત્વે પાક 20 દિવસ પછી પીળો પડતો દેખાય છે, જેથી ખેડૂતો રોગ ઓળખવામાં મુશ્કેલી થાય છે, પાકની અંદર ઉણપ છે કે ચુસીયા જીવાત છે. અહીં કેટલાક કારણો આપવામાં આવેલ છે જે મગફળી પીળી પડવાના કેટલાક ચિન્હો દર્શાવે છે. ૧. મગફળી નો છોડ પીળો અને સફેદ નવા નીકળતા પાન:- જે સામાન્ય રીતે મગફળીમાં લોહ તત્વની ઉણપ દર્શાવે છે. ઉપાય : જેમાં તમે છંટકાવ માં Fe -EDTA - 12%@ 20 ગ્રામ / પંપ પ્રમાણે છંટકાવ કરવો. અન્ય ઉપાય માં 100 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 10 ગ્રામ સાયટ્રીક એસિડ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. જરૂર જણાય તો 10 દિવસ પછી ફરીથી બીજો છંટકાવ કરવો. ખેતર માં વધુ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
116
6
સંબંધિત લેખ