મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
હવામાન વિભાગે કરી મોટી આગાહી ! આગામી 5 દિવસ જાણો કયા કેવો રહેશે વરસાદ !_x000D_
હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી દીધી છે. જેથી તંત્ર સહિત લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ડાંગ, નર્મદા, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, ભરૂચ, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જોકે ચાલુ વર્ષ ચોમાસુ અન્ય વર્ષોની સરખામણીએ વહેલા આવી ગયું છે. ભારતમાં હવામાન વિભાગ દ્વારા 40 વર્ષના ડેટા અભ્યાસ બાદ પૂર્વાનુમાન લગાવ્યું હતું કે, ગુજરાત ચોમાસાનું સત્તાવાર 21 જૂનના આગમન થશે. પરંતુ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે.જે ખેડૂતો માટે ફાયદોકારક રહશે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહશે. ભારે વરસાદની આગાહી કરી છે.
સંદર્ભ : સંદેશ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
0
સંબંધિત લેખ