કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાકમાં લીલા તડતડિયાનું જીવન ચક્ર
નાના અને પીળા રંગની આ જીવાત 0.5 થી 3 મીમી લાંબી હોય છે. બચ્ચાં અને પુખ્ત ત્રાંસા ચાલે છે. આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત પાન તથા છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે. વરસાદનું પ્રમાણ ધટતુ જાય તેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આ તડતડિયા ભીંડાને પણ નુકસાન કરતા હોવાથી કપાસની નજીક ભીંડાનું વાવેતર ટાળવું, _x000D_ _x000D_ નુકસાન: _x000D_ 1. બચ્ચા અને પુખ્ત બંને પાંદડાઓના કોષમાંથી રસ ચૂસે છે._x000D_ 2. પાન પહેલાં પીળા અને પછી લાલ ધબ્બાઓ પર દેખાય છે._x000D_ 3. અસરગ્રસ્ત પાન નીચે તરફ વળી કોડિયા જેવા થઇ જાય છે. ધીરે ધીરે પાન બરડ થઇ સુકાઇ જાય છે. _x000D_ _x000D_ જીવન ચક્ર:_x000D_ ઇંડા: પુખ્ત માદા પાનની નીચલી સપાટીએથી લગભગ ૧૫ જેટલા ઇંડા પાનની નસોમાં મૂંકે છે જે આપણને નરી આંખે જોઇ શકાતા નથી. ઇંડા પીળાશ પડતા પાનની અંદર છુટા-છવાયા મૂંકાઉ છે. ઇંડા અવસ્થા ૪ થી ૧૧ દિવસની હોઇ શકે. _x000D_ બચ્ચા: ઇંડામાંથી નીકળતા બચ્ચાં ખૂબ જ ચપળ હોય છે. બચ્ચાં ૫-૬ વાર કાચળી ઉતારી પુખ્ત અવસ્થાએ પહોંચે છે. _x000D_ પુખ્ત: પુખ્ત આશરે ૫-૭ દિવસ સુધી જીવતા રહી શકે છે. વર્ષમાં ૮-૧૦ પેઢીઓ જોવા મળે છે. _x000D_ _x000D_ નિયંત્રણ:_x000D_ લીલા તડતડિયાનું નિયંત્રણ કરવા માટે એકર દીઠ 10 પીળી સ્ટીકી ટ્રેપ લગાવવી._x000D_ આ જીવાતના નિયંત્રણ માટે બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિલિ અથવા ક્લોથીનીડીન ૫૦ ડબલ્યુજી ૧ થી ૨.૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧.૮ ઇસી ૧૦ મિલિ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૨ મિલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી._x000D_
વિડીયો સંદર્ભ : વિક્ટોરિયા નોરેમ આર્ટિકલ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
54
0
સંબંધિત લેખ