કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ડબલ ફાયદો : પીએમ-કિસાન યોજનાથી ખેડૂતોને પાક વીમાનો લાભ મળશે
કોરોના વાયરસ (કોવિડ -19) ને કારણે દેશમાં લોકડાઉન ચાલુ છે. જેના કારણે ખેડુતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની આ સમસ્યાઓનું ધ્યાન રાખીને સરકારે પ્રધાનમંત્રી વીમા યોજના (પીએમએફબીવાય) હેઠળ 1 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોમાં ખેડૂતોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. કયા રાજ્યોને થશે ફાયદો? કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છત્તીસગઢ 464.24 કરોડ, હરિયાણામાં 26.08 કરોડ, જમ્મુ-કાશ્મીરમાં રૂ .14.71 કરોડ, રાજસ્થાનમાં રૂ.327.67 કરોડ રૂપિયા છે. કર્ણાટકમાં 75.76 કરોડ રૂપિયા મધ્યપ્રદેશ માટે 17090 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે રૂ .21.06 કરોડ, તમિલનાડુમાં રૂ .21.16 કરોડ, ઉત્તર પ્રદેશમાં 49.08 કરોડ અને તેલંગાણામાં 0.31 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ લોકડાઉન દરમ્યાન જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન દરમ્યાન સરકારે દેશના 4 કરોડ ખેડુતોને રાહત આપી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અનુસાર, 4.91 લાખ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા કર્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 62 કરોડ રૂપિયા આપવામાં આવી ચુક્યા છે. સંદર્ભ: કૃષિ જાગરણ 8 એપ્રિલ 2020 આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
83
15
સંબંધિત લેખ