કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પીએમ-કિસાન યોજના ના પૈસા મળ્યા, ગભરાશો નહીં, ઘરે બેસો તપાસો વિગત
લોકડાઉનમાં ખેડુતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારાના 2000 રૂપિયા મોકલવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 23 માર્ચથી 3 એપ્રિલ સુધીમાં 9,826 કરોડ રૂપિયાની ફાળવણી સાથે સરકારે 4.91 કરોડ ખેડૂત પરિવારોને લાભ આપ્યો છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરી છે અને તમે એપ્લિકેશનમાં કેટલીક ભૂલો ને કારણે હપ્તો આવ્યો નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરથી સીધા જ પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને સુધારો કરી શકો છો._x000D_ _x000D_ કેવી રીતે કરશો પીએમ કિસાન યોજનામાં સુધારો ?_x000D_ સૌ પ્રથમ તમે કમ્પ્યુટર અથવા મોબાઇલમાં નેટ બ્રાઉઝર (સર્ચ વિભાગ) ઓપન કરો, તે પછી તમે આપેલ લિંક https://pmkisan.gov.in/ સર્ચ કરો. હોમપેજ પર આપેલી કેટેગરીઝમાંથી ફાર્મરસ કોર્નર પર ક્લિક કરો._x000D_ _x000D_ તે પછી તમને Edit Farmers Details નો વિકલ્પ મળશે. જેને ક્લિક કરતા તમારી સામે એક પેજ ખુલશે, જેમાં આધારકાર્ડનો નંબર અને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે. આ બંને વિગતો આપ્યા પછી નેક્સટ બટન પર ક્લિક કરતા તમારા દ્વારા પહેલા આપવામાં આવેલી બધી માહિતી તરત જ જોવા મળશે._x000D_ આ માહિતીને સુધારવા માટે, તમારે Edit ના વિકલ્પ પર જવું પડશે. તમારે અપડેટ કરવાની હોય તે બધી માહિતી સામે આપેલા ખાલી બોક્સમાં તમે સાચી માહિતી ભરીને તેને અપડેટ કરો છો. તમારો ડેટા તરત જ સેવ થઈ જશે મતલબ કે કરેક્શન પ્રક્રિયા પૂર્ણ થઈ._x000D_ _x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ _x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_ _x000D_
152
0
સંબંધિત લેખ