AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Feb 20, 06:00 PM
કૃષિ વાર્તાડેઈલીહન્ટ
ગુજરાત બજેટ 2020 : સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડ ફાળવ્યા
ગાંધીનગર : આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7,423 કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળે તેના માટે 1,000 કરોડની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે બજેટમાં વિવિધ યોજનાઓ અને સહાયતાની રકમની જાહેરાત કરી હતી. વર્ષ 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઇ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવ ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ. આમ, ખેડૂત કલ્યાણની વાત આવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કા ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે. રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે 39,000 કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેંકને ચુકવવામાં આવે છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની હું જાહેરાત કરુ છું. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 50 કરોડની જોગવાઇ. સંદર્ભ - ડેઈલીહન્ટ, 26 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
105
0