AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 Feb 20, 06:00 PM
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
મોટી આગાહી: ફેબ્રુઆરીની આ તારીખે પડશે વરસાદ, એક સાથે ત્રણ ઋતુનો થશે અનુભવ
હાલમાં શિયાળાની ઋતુ હોવા છતાં જે પ્રકારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે પ્રકારનો હવામાન પલટો આવતા સપ્તાહે પણ આવશે. 18મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ રહે, ઠંડા પવનો ફૂંકાવા છતાં દિવસે મહત્તમ તાપમાન વધે અને ગરમીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે. ત્યાં જ એવી હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કે, 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પણ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં 37 ડિગ્રી સેલ્સિયસ રહે. તા.25 થી 27 દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય. હમણાં તા.19, 20, 21માં વાદળો આવે. તા.21-22માં ઠંડા પવન ફૂંકાય. પરંતુ રવિ પાકો માટે હવામાન સાનુકૂળ થતું જાય. માર્ચ માસમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે એપ્રિલમાં કેટલાક ભાગોમાં કરાં પણ પડી શકે તેમ હોવાનું અંબાલાલ દા. પટેલે જણાવ્યું હતું. સંદર્ભ - સંદેશ ન્યૂઝ, 17 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
10
6