AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Feb 20, 06:30 PM
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓને ઓળખવા માટેની વિવિધ રીતો
ગયા મહિનાના લેખમા આપણે પશુઓને ઓળખવા માટેની વિવિધ રીતોની ઉપયોગીતા તેમજ સામાન્ય રીત વિશે સમજ મેળવેલ, આ લેખમા હવે અન્ય અલગ-અલગ રીતો વિશે વિગતે સમજીએ. 1. છુંદણા પધ્ધતિ (ટેટુઈંગ):- • ટેટુઈંગ સામાન્ય રીતે કાનની અંદરની સપાટીએ કરવામા આવે છે. • ખાસ તાજા જન્મેલા વાછરડા-વછેરા વગેરેને આ પધ્ધતિથી ઓળખ આપી શકાય છે. • આ રીત પશુ સંશોધન કેન્દ્ર ખાતે નાના બચ્ચના જન્મ પછી તરત જ અપનાવવામા આવે છે. 2. કાનમા પટ્ટી ભરાવવી (ઈયર ટેગિંગ):- • આ રીત આપણા દેશમા સૌથી વધુ ઉપયોગમા લેવાતી રીત પૈકીની એક છે. • પ્લાસ્ટીકની કે ધાતુની પટ્ટી/ટેગ સરળતાથી કાનમા લગાવી શકાય છે. • આ પધ્ધતિ ખાસ ઘેટા અને બકરામા ઉપયોગી છે, છતા ગાય-ભેંસમા પણ લગાવી શકાય છે. • નાના બચ્ચાના (પાડી-વાછરડા) જન્મ પછી ૪-૬ મહિના બાદ આ રીત અપનાવવામા આવે છે. 3. રંગ લગાવવો:- • આ પધ્ધતિમા પશુના શરીરના જુદા-જુદા ભાગ પર રંગ લગાડવામા આવે છે. • આ રીત મોટેભાગે ઘેટા, બકરા ઉપરાંત ગધેડા જેવા નાના પશુઓમા આ રીત અપનાવવામા આવે છે. 4. ગરમ ડામ (બ્રાંડીગ):- • આ માટે ખાસ ધાતુના નંબર લાકડાના હાથાવાળા લોખંડના સળિયા ઉપર લગાવવામા આવે છે. • આવા નંબરને ગરમ કરીને પશુના ખભા કે થાપા ઉપર ડામ આપવામા આવે છે. • આનાથી નંબર જેટલો ભાગ બળી જાય છે અને આ પધ્ધતિ પશુના જીવનપર્યંત કામ લાગે છે. લેખ સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ વિડીયો સંદર્ભ: ઇરા ગોટ ફાર્મ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
31
0