AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
08 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ડુંગળીના ઘટતા ભાવો નિકાસ પ્રતિબંધ હટાવવા સરકારની માંગ
ડુંગળીના વધતા ભાવએ ગ્રાહકોના ખિસ્સા પર ભારે અસર કરી છે. તેના ભાવથી ઘરના રસોડાનું બજેટ વિખેરાય ગયું હતું, પરંતુ હવે ડુંગળીનો ભાવ સતત ઘટી રહ્યો છે, હકીકતમાં, મહારાષ્ટ્રના લાસલગાંવમાં એશિયાના સૌથી મોટા જથ્થાબંધ બજારમાં ઘણા મોટા પ્રમાણમાં પાક આવ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એક સાથે આશરે 18,000 ક્વિન્ટલ ડુંગળી બજારમાં પહોંચી છે, જેના કારણે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ આશરે 2,250 રૂપિયા થઈ ગયો છે. આ દિવસોમાં એશિયાની ડુંગળીની સૌથી મોટી બજાર અને આસપાસના વિસ્તારોમાં ડુંગળી જોવા મળી રહી છે, પરંતુ હજી પણ ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી. કેમ કે દરરોજ 20 થી 25 હજાર ક્વિન્ટલ ડુંગળી બજાર માં આવે છે. આને કારણે ડુંગળીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર સાથે પણ વાત કરવામાં આવી છે. સંદર્ભ - કૃષિ જાગરણ, 05 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
56
1