AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Feb 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
રાજ્યના કુલ 2.32 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું
ગાંધીનગર: રાજ્યમાં આ વખતે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મુદ્દત વધારવા છતાં રજિસ્ટ્રેશન કરાવ્યા પૈકીના 50 ટકા જેટલા ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા નથી. ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ 4.71 લાખ ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી અત્યારસુધીમાં 2.32 લાખ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. મગફળી ખરીદીની મુદ્દત 31 જાન્યુઆરીએ પુરી થતી હતી પરંતુ શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે ખરીદી બંધ રખાતા કેન્દ્ર સરકારે ખરીદી 13મી ફેબ્રુઆરી સુધી લંબાવવાની મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં કુલ 4.25 લાખ ખેડૂતોને એસએમએસ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના 46 હજાર ખેડૂતોને અઠવાડીયામાં એસએમએસ કરીને બોલાવી લેવામાં આવશે. એસએમએસ કર્યા બાદ પણ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા નથી. જોકે સરકારી સૂત્રો કહે છે કે તેઓ ગમે ત્યારે વેચાણ માટે આવી શકે છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 2.32 લાખ ખેડૂતો પાસેથી 2400 કરોડની કિંમતની 4.70 લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવામાં આવી છે અને 1600 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 06 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
3
0