AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કપાસની 20 લાખ ગાંસડી ની થઈ છે નિકાસ, 192 લાખ ગાંસડીની થઈ આવક
1 ઓક્ટોબર 2019 થી શરૂ થયેલી વર્તમાન પાક સીઝન 2019-20માં અત્યાર સુધીમાં 20 લાખ ગાંસડી (એક ગાંસડી -170 કિલો) કપાસની નિકાસ શિપમેન્ટ કરવામાં આવી છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 10 લાખ ગાંસડીની આયાત પણ કરવામાં આવી છે. ચાલુ સિઝનમાં કપાસનું ઉત્પાદન 13.62 ટકા વધીને 354.50 લાખ ગાંસડી થવાનો અંદાજ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં 192.89 લાખ ગાંસડીની આવક પણ આવી ગઈ છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) ના અનુસાર, વર્તમાન પાક સીઝનમાં 31 જાન્યુઆરી સુધીમાં 20 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી છે, જ્યારે ચાલુ સીઝનમાં કુલ નિકાસ 42 લાખ ગાંસડી હોવાનું અનુમાન છે, જે ગયા વર્ષ જેટલું બરાબર છે. સીએઆઈના જણાવ્યા અનુસાર 31 મી જાન્યુઆરી સુધી કપાસની આયાત હાલની સીઝનમાં 10 લાખ ગાંસડી પર પહોંચી ગઈ છે તથા કુલ આયાત 25 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. જ્યારે ગયા વર્ષે 32 લાખ ગાંસડીની આયાત કરવામાં આવી હતી. સીએઆઈના જણાવ્યા અનુસાર ચાલુ સીઝનમાં કપાસનું ઉત્પાદન ગુજરાતમાં 96 લાખ ગાંસડી, મહારાષ્ટ્રમાં 85 લાખ ગાંસડી અને મધ્યપ્રદેશમાં 16 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 04 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
11
0